APMC જુનાગઢ તરફથી સુવિધા અને સેવા નો નવો અધ્યાય
આજે માર્કેટિંગ યાર્ડ – જુનાગઢ ખાતે Water ATM મશીન નું લોકાર્પણ કરી એક વધુ સરાહનીય સુવિધા ખેડૂતો અને વેપારીઓ માટે સમર્પિત કરવામાં આવી છે.
ખેડૂતોને આવવા-જવા દરમિયાન શુદ્ધ અને ઠંડું પીવાનું પાણી સરળતાથી મળે, વ્યાપારીઓને દિવસભર યાર્ડમાં વિશ્વસનીય સુવિધા ઉપલબ્ધ રહે — એ હેતુસર આ સેવા શરૂ કરવામાં આવી છે.
આ સુવિધાની વિશેષતાઓ:
* માત્ર ₹5 માં 20 લીટર શુદ્ધ RO ઠંડુ પાણી
* યાર્ડ પર આવનારા દરેક ખેડૂત-વ્યાપારીઓ માટે સરળ પ્રાપ્યતા
* સ્વચ્છતા, સુરક્ષા અને શિસ્તબદ્ધ વ્યવસ્થા સાથેનું સંચાલન
APMC જુનાગઢનું મુખ્ય ધ્યેય — ખેડૂતને સુવિધા, વેપારીઓને વિશ્વાસ અને બજાર વ્યવસ્થાને આધુનિકતા. આ Water ATM એ જ દિશામાં એક વધુ પગલું છે.
“સુવિધા વધે, સેવા આગળ વધે — એ જ અમારી પ્રતિબદ્ધતા.”
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા