સ્નેહીશ્રી ,
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢ આપ સૌના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢ હંમેશા ખેડૂતોના હિત અને વેપારીઓની સુવિધા માટે પ્રતિબધ્ધ રહયું છે. સરકાર દ્વારા અમલમાં મુકાયેલા નવા સુધારા, નવી ટેકનોલોજી અને પારદર્શક વ્યવસ્થાની સાથે સાથે આપ સૌના વિશ્વાસ અને સક્રિય સહભાગિતાને કારણે આજે આપણું યાર્ડ રાજયમાં આગવી ઓળખ બનાવી રહયું છે.
ખેડૂત મિત્રો માટે સુવિધાઓ, સ્વચ્છ અને પારદર્શક હરરાજી તેમજ તાત્કાલીક પેમેન્ટ મળી રહે તેવી સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને આ તમામ થકી આપણે સૌ માર્કેટીંગ યાર્ડનું સુત્ર "ખુલ્લી હરરાજી, ખરો તોલ અને રોકડા નાણા" ખરા અર્થમાં ચરીતાર્થ કરી રહ્યા છીએ.
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢમાં જણસીના વેંચાણ અર્થે આવતા ખેડૂતભાઈઓને બપોરના સમયે શુધ્ધ અને સાત્વીક ભોજન મળી રહે તે માટે ખેડૂત કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ખેડૂતભાઈઓને માત્ર રૂા. ૩૦/– ના ટોકન દરે ફુલ થાળી ભોજન પીરસવાની શરૂઆત અમારા બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા કરવામાં આવેલ છે.
સરકારશ્રી તરફથી તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા અભિયાન અંતર્ગત માર્કેટીંગ યાર્ડમાં સમયાંતરે રકતદાન કેમ્પ તેમજ મેડીકલ સારવાર માટેના કેમ્પના આયોજનો કરવામાં આવે છે.
બજાર સમિતિ–જૂનાગઢના મુખ્ય અનાજ કઠોળ યાર્ડ તેમજ શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેથી માર્કેટીંગ યાર્ડનો સંપૂર્ણ વિસ્તાર આવરી લઈ સલામતી આપવા અમો કટીબધ્ધ છીએ.
બજાર સમિતિ–જૂનાગઢના બજાર વિસ્તારના ખેડૂત ખાતેદારોને આકસ્મીક અવસાન થતા તેઓના પરીવારને મદદરૂપ થવા માટે રૂા. ૧ લાખ ની સહાય આપવામાં આવે છે. જેની નોંધ લેવા સૌ ખેડૂત ખાતેદારોને ખાસ વિનંતી કરું છું.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જૂનાગઢના સરળ સંચાલન માટે કર્મચારી ભાઈઓ તરફથી ખંતપૂર્વક જે ફરજ બજાવેલ છે તે જ રીતે ખંતપૂર્વક અને ઉત્સાહથી ફરજ બજાવતાં રહેશો તેવી અપેક્ષા સાથે તેઓએ બજાવેલ કામગીરીને બીરદાવું છું.
આગામી સમયમાં વધુ વિકાસ કાર્યો અને નવી સુવિધાઓ સાથે માર્કેટીંગ યાર્ડને રાજય ના શ્રેષ્ઠ યાર્ડમાં સ્થાન આપવાનો અમારો સંકલ્પ છે.
આપ સૌના સતત સહયોગ અને વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર...
શ્રી કેવલભાઈ હરસુખભાઈ ચોવટીયા
ચેરમેનશ્રી
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ–જૂનાગઢ
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા