આથી સર્વે વેપારીમીત્રો તથા કમીશન એજન્ટ મિત્રોને જણાવવાનું કે, સોયાબીન ની માત્ર લૂઝમાં આવક તા.05/11/2025 ને બુધવારે સાંજે 10:00 વાગ્યા થી તા.06/11/2025 ને ગુરુવારે સવારે 8:00 વાગ્યા સુધી થવા દેવામાં આવશે જેની સર્વેએ ખાસ નોંધ લેવી.
ખાસ સુચના :
1) શેડમાં જગ્યા હશે ત્યાં સુધી શેડમાં ઉતરાઈ કરવામાં આવશે ત્યારબાદ જણસની ઉતરાઈ શેડની બાજુના ભાગે અને ખુલ્લા ગ્રાઉન્ડ પર કરવામાં આવશે. વાતાવરણને ધ્યાને લઇ સર્વે ખેડૂતમિત્રો તેમજ કમિશન એજન્ટમિત્રોએ ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતરાઈ કરતી વખતે જણસીને ઢાંકવાનું તથા પાથરવાનું ફરજીયાતપણે સાથે રાખવાનું રહેશે.
2) સર્વે ખેડુત મિત્રો તેમજ વાહન ચાલકો ને જણાવવાનું કે વાહન પ્રવેશ માત્ર ટોકન નંબર ને આધારે જ કરવામાં આવશે. જેથી સૌ કોઈએ સીકયુરીટી ગાર્ડ પાસે થી લાઈન બધ્ધ રીતે ટોકન મેળવી લેવાના રહેશે.
3) વાહનો ની લાઈન માત્ર આવક ગેઈટ થી સકકરબાગ રોડ બાજુ ત્યારબાદ દોલતપરા ગેઈટ તરફ જ કરવાની રહેશે. ઉપરાંત તત્કાલીન સીકયુરીટી વ્યવસ્થા ની સુચના ને અનુસરવાનું રહેશે.
4) હવામાન ખાતા ની વરસાદ ની આગાહી હોય તો સૌ કમિશન એજન્ટ તેમજ વેપારી મિત્રો એ ખેડુત ની જણસી બગડે કે પલળે નહી તેની ખાસ તકેદારી રાખવી તેમજ જણસી લઈ ને આવતા સૌ કોઈ ખેડુત મિત્રોને જણસી ઢંકાઈને સુરક્ષીત રહે તે માટે તાલપત્રી/પ્લાસ્ટીક આવરણ વિગેરે ની વ્યવસ્થા રાખવી.
5) હરરાજી ની શરૂઆત બજાર સમિતિની તત્કાલીન વ્યવસ્થાની સાનુકુળતાને આધિન રહેશે.
6) જણસી લઈને આવતાં ખેડૂતમિત્રોએ જે તે કમિશન એજન્ટ મિત્રોનો સંપર્ક સાધી માહિતી મેળવી લેવાની રહેશે તેમજ તત્કાલીન વ્યવસ્થાને અનુસરવાનું રહેશે.
વિના સહકાર, નહિ ઉધ્ધાર ....
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા